VIDEO: લાઠી સબ ડિવિઝન પોલીસ દ્વારા ગુનેગારો માટે હાજરી પરેડનું આયોજન
લાઠી સબ-ડિવિઝન પોલીસ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં

લાઠી સબ-ડિવિઝન પોલીસ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. દામનગર, લાઠી અને બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના આશરે ૧૦૦ થી ૧૧૫ જેટલા હિસ્ટ્રીશીટરો, એમ.સી.આર. પ્રોપર્ટી ઓફેન્સના આરોપીઓ તથા પ્રોહિબિશનના ગુનેગારો માટે એક ખાસ હાજરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં આવી રહેલી ભગવાન જગન્નાથની રથયાત્રા અને ૧૫ ઓગસ્ટના પર્વ દરમિયાન વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે આ પરેડ યોજાઈ હતી. પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ આરોપીઓને ગુનાખોરીની દુનિયાથી દૂર રહેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે જ પોલીસ દ્વારા તેમની પાસેથી ભવિષ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન કરવા અને પ્રવૃત્તિમય સભર જીવન જીવવાની લેખિત બાંહેધરી પણ લેવામાં આવી હતી.




