VIDEO: લાઠીના પીપળવામાં દાતાઓના સહયોગથી બનેલા ૨૪ ચેકડેમો છલકાયા
અમરેલીના લાઠી પંથકમાં થોડા દિવસો પહેલાં પડેલા ભારે વરસાદને કારણે નદી, નાળા અ

અમરેલીના લાઠી પંથકમાં થોડા દિવસો પહેલાં પડેલા ભારે વરસાદને કારણે નદી, નાળા અને તળાવો સંપૂર્ણપણે છલકાઈ ગયા છે. આ દરમિયાન પીપળવા અને તેની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો વરસાદ ખાબકતા જળસંકટ દૂર થવાના સંકેત મળ્યા છે. ખાસ વાત એ છે કે, આ વિસ્તારમાં માત્ર દાતાઓના આર્થિક સહયોગથી ૨૦થી ૨૪ જેટલા ચેકડેમ અને તળાવો બનાવવામાં આવ્યા હતા, જે આજના વરસાદમાં પાણીથી તરબતર થઈ ગયા છે. આ ચેકડેમો અને તળાવો ભરાવાને કારણે પીપળવા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ભૂગર્ભ જળ ઊંચા આવશે. જેનાથી સ્થાનિક લોકોને પીવાના શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઈ (પીયત) માટે ભરપૂર પાણી મળી રહેશે, જેથી ખેડૂતો અને સ્થાનિકોમાં ભારે ખુશીનો માહોલ છે.


