VIDEO: શ્રાવણ માસમાં ઉપવાસીઓ માટે હિંમતનગરમાં ફરાળી વાનગીઓની નવીનતમ વેરાયટી
શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભક્તિ સાથે ઉપવાસનું પણ વિશેષ મહત્વ છે. ત્

શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભક્તિ સાથે ઉપવાસનું પણ વિશેષ મહત્વ છે. ત્યારે હિંમતનગરની સ્વીટમાર્ટમાં ઉપવાસીઓ માટે ફરાળી વાનગીઓની અવનવી વેરાયટી બજારમાં ઉપલબ્ધ બની છે. ગરમ નાસ્તામાં ક્રિસ્પી બફવડા, ફરાળી પેટીસ અને ચટપટા ફરાળી સમોસા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જ્યારે સૂકા નાસ્તામાં ફરાળી રેવડી, બિસ્કીટ, ક્રંચી ફરાળી સ્ટીક અને વિવિધ પ્રકારના ચેવડાની વેરાયટીઓ પણ મળી રહી છે. સામાન્ય રીતે ઉપવાસ દરમિયાન લોકો ઘરે ફરાળી વાનગીઓ બનાવે છે, પરંતુ બજારમાં મળતી આ નવીન વાનગીઓથી ઉપવાસીઓના સ્વાદમાં પણ નવો ચેન્જ આવ્યો છે. સ્વાદ સાથે પૌષ્ટિકતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી આ વાનગીઓનો શ્રાવણ માસમાં ભક્તો ઉત્સાહભેર લાભ લઈ રહ્યા છે.




