Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Pay special attention to these 4 vastu rules while doing Rudrabhishek at home in the month of Shravan; Peace will come to the house

શ્રાવણ માસમાં ઘરે રુદ્રાભિષેક કરતી વખતે આ 4 વાસ્તુ નિયમોનું રાખો ખાસ ધ્યાન; ઘરમાં આવશે સુખ-શાંતિ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
શ્રાવણ માસમાં ઘરે રુદ્રાભિષેક કરતી વખતે આ 4 વાસ્તુ નિયમોનું રાખો ખાસ ધ્યાન; ઘરમાં આવશે સુખ-શાંતિ
સોર્સ : gstv

પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, અને આ સમયગાળા દરમિયાન ભગવાન શિવની આરાધના કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. એવી માન્યતા છે કે આ માસમાં સાચા હૃદયથી શિવજીની પૂજા-અર્ચના કરવાથી મહાદેવના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી જ અનેક શ્રદ્ધાળુઓ શ્રાવણ મહિનામાં પોતાના ઘરે રુદ્રાભિષેકનું આયોજન કરતા હોય છે.

App Store

ધાર્મિક માન્યતાઓ અનુસાર, સંપૂર્ણ વિધિ-વિધાન અને શ્રદ્ધાપૂર્વક રુદ્રાભિષેક કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જોકે, પૂજા સામગ્રીની સાથોસાથ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. જો તમે પણ ઘરે રુદ્રાભિષેક કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ ૪ મહત્વપૂર્ણ વાસ્તુ નિયમોનું ખાસ ધ્યાન રાખો:

 પૂજા માટે યોગ્ય દિશાની પસંદગી

વાસ્તુશાસ્ત્ર અનુસાર, કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન કે ઘરે રુદ્રાભિષેક કરવા માટે ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશા સર્વોત્તમ અને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. રુદ્રાભિષેક માટે હંમેશાં આ જ દિશા પસંદ કરો. પૂજા સ્થળને યોગ્ય રીતે સાફ કરી તેના પર ગંગાજળ છાંટીને પવિત્ર કરો. ઈશાન ખૂણામાં દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવતો હોવાથી ત્યાં કોઈપણ પ્રકારની ગંદકી કે બિનજરૂરી સામાન ન હોવો જોઈએ.

મુખ્ય પ્રવેશદ્વારની સફાઈ અને સુશોભન

પૂજાના દિવસે ઘરના મુખ્ય પ્રવેશદ્વારની ખાસ સફાઈ કરવી જોઈએ. એક પાત્રમાં શુદ્ધ પાણી લઈ તેમાં ગંગાજળ ઉમેરી મુખ્ય દ્વાર પર છાંટો. ત્યારબાદ પ્રવેશદ્વાર પર આસોપાલવ કે આંબાના પાનનું સુંદર તોરણ બાંધો. વાસ્તુશાસ્ત્ર મુજબ, મુખ્ય દ્વાર પર તોરણ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશે છે. સાથે જ દરવાજાની બંને તરફ કંકુ કે સિંદૂરથી શુભ-લાભ અને પવિત્ર સ્વસ્તિકનું ચિહ્ન જરૂર બનાવો.

પૂજા સ્થળની આસપાસ ભારે કે નકામી વસ્તુઓ ન રાખવી

જે સ્થાન પર રુદ્રાભિષેક કરવાનો હોય તે જગ્યા સંપૂર્ણપણે સ્વચ્છ અને કચરામુક્ત હોવી જોઈએ. પૂજા ખંડ કે આસપાસના વિસ્તારમાં જૂના-મેલાં કપડાં, પગરખાં કે ચામડાની વસ્તુઓ ન હોવી જોઈએ. આ ઉપરાંત, પૂજા સ્થળે ભારે ફર્નિચર કે વજનદાર વસ્તુઓ રાખવાનું ટાળો. આ જગ્યા જેટલી ખુલ્લી, સ્વચ્છ અને હવા-ઉજાસવાળી હશે, વાતાવરણ એટલું જ વધુ ઊર્જાવાન અને આધ્યાત્મિક બનશે.

 પૂજા પૂર્વે ઘરની ઊર્જા શુદ્ધિ

રુદ્રાભિષેકના દિવસે સમગ્ર ઘરની સ્વચ્છતા સુનિશ્ચિત કરો. પૂજા શરૂ કરતાં પહેલાં આખા ઘરમાં ગુગળ, કપૂર, ધૂપ કે લોબાનનો ધુમાડો ફેલાવો. વાસ્તુશાસ્ત્રમાં આ ક્રિયા અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને વાતાવરણ પવિત્ર બને છે. ઘરમાં જેટલી શાંતિ અને શુદ્ધતા હશે, રુદ્રાભિષેકનું ફળ તેટલું જ ઉત્તમ મળશે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.