VIDEO: હાલોલના વાડીનાથ મહાદેવમાં શ્રાવણમાં બીલીપત્ર ચઢાવવાનો મહિમા
સોર્સ : gstv
પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક મચકોટા ગામે આવેલું સ્વયંભૂ વાડીનાથ મહાદેવનું મંદિર શિવભક્તો માટે અનન્ય આસ્થાનું કેન્દ્ર છે. ભૂતકાળમાં સ્મશાન ભૂમિમાં વડ અને પીપળાના વૃક્ષ નીચે રહેલા રાફડામાંથી આ પવિત્ર શિવલિંગ મળી આવ્યું હતું.શ્રાવણ મહિના દરમિયાન રાજ્યના ખૂણે-ખૂણેથી મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉત્તરમુખી શિવલિંગના દર્શનાર્થે આવે છે. આ મંદિરમાં આખા એક પ્રહર સુધી મહાદેવજી પર બીલીપત્ર ચઢાવવાનો અને જલાભિષેક કરવાનો વિશેષ મહિમા રહેલો છે. એવી દ્રઢ શ્રદ્ધા છે કે વાડીનાથ મહાદેવના ચરણોમાં સાચા મનથી બીલીપત્ર અર્પણ કરનાર તમામ શ્રદ્ધાળુઓની મનોકામનાઓ દેવાધિદેવ શિવજી અવશ્ય પૂર્ણ કરે છે.

