VIDEO : બજેટ સત્ર સત્તાવાર રીતે પૂર્ણ, મહિલા આરક્ષણ બિલ અંગે કિરણ રિજિજુએ કરી મોટી સ્પષ્ટતા
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જાહેરાત કરી છે કે સંસદનું બજેટ સત્ર હવે

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ જાહેરાત કરી છે કે સંસદનું બજેટ સત્ર હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. તેમણે આ સત્રને અત્યંત ફળદાયી ગણાવ્યું હતું, જોકે બંધારણીય સુધારા માટે જરૂરી બહુમતી ન મળવાને કારણે એક મહત્વપૂર્ણ બિલ પસાર થઈ શક્યું નથી.
મહિલા અનામત બિલ લોકસભામાં પસાર ન થતા કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ હંમેશા મહિલાઓની વિરુદ્ધ રહી છે અને હવે તેમના પર 'મહિલા વિરોધી' હોવાનો એવો ડાઘ લાગ્યો છે જે ક્યારેય ભૂંસાશે નહીં. રિજિજૂએ ચેતવણી આપી કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ હવે દેશની મહિલાઓના આક્રોશનો સામનો કરવો પડશે. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે વિપક્ષની નકારાત્મક માનસિકતાને કારણે દેશની અડધી વસ્તીને મોટું નુકસાન થયું છે.
સત્રની મુખ્ય સિદ્ધિઓ
કિરણ રિજિજુએ જણાવ્યું કે કેન્દ્રીય બજેટ ખૂબ જ સફળતાપૂર્વક પસાર કરવામાં આવ્યું હતું. સત્રના બીજા ભાગમાં વડાપ્રધાને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટી અંગે સંસદના બંને ગૃહોમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. આ ઉપરાંત આ બજેટ સત્રને ખાસ હેતુ માટે ત્રણ દિવસ (16, 17 અને 18 એપ્રિલ) લંબાવવામાં આવ્યું હતું.
મહિલા આરક્ષણ અને સીમાંકન બિલ પર સ્થિતિ
આ ત્રણ દિવસીય વિશેષ બેઠકો દરમિયાન સરકાર દ્વારા 'નારી શક્તિ વંદન અધિનિયમ' અને 'સીમાંકન સુધારા બિલ' રજૂ કરવામાં આવ્યા હતા. આ અંગે માહિતી આપતા કિરણ રિજિજુએ કહ્યું કે, "અમારી પાસે બહુમતી છે, પરંતુ બંધારણીય સુધારા માટે જરૂરી બે-તૃતીયાંશ (2/3) બહુમતી ન મળી શકી. જેના કારણે આ બિલ પસાર થઈ શક્યું નથી. જોકે, તેમણે ઉમેર્યું હતું કે આ સિવાયના અન્ય તમામ સરકારી બિલો સફળતાપૂર્વક પસાર કરવામાં આવ્યા છે.
બિલ પસાર ન થતા સરકારમાં નારાજગી
કેન્દ્રીય મંત્રીએ આકરા શબ્દોમાં કહ્યું કે, 'મહિલાઓને તેમનો અધિકાર ન આપીને ઉજવણી કરવી એ ઘોર પાપ છે.' તેમણે સવાલ ઉઠાવ્યો કે દુનિયામાં એવી કોઈ પાર્ટી છે જે મહિલાઓને તેમના હકથી વંચિત રાખીને પોતાની જીત માનીને ઉત્સવ મનાવતી હોય? રિજિજૂએ સ્પષ્ટ કર્યું કે મહિલાઓને અનામત આપવું એ આપણા સૌની જવાબદારી છે.
વિપક્ષ મહિલા વિરોધી હોવાનો આક્ષેપ
રિજિજૂએ વધુમાં માહિતી આપી કે નારી શક્તિ વંદન અધિનિયમ અને સીમાંકન સુધારો બિલ રજૂ કરવા માટે જ બજેટ સત્રને ખાસ ત્રણ દિવસ લંબાવવામાં આવ્યું હતું. સરકાર પાસે સાદી બહુમતી તો છે, પરંતુ બંધારણીય સુધારા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન હોવાથી આ બિલ પસાર થઈ શક્યું નથી. લોકસભામાં સરકારના અન્ય તમામ બિલ મંજૂર થઈ ગયા છે, પરંતુ માત્ર મહિલાઓના હિત સાથે જોડાયેલું આ બિલ વિપક્ષના અસહકારને કારણે અટકી પડ્યું છે.
સરકાર માટે બજેટ પસાર કરવું એ મોટી જીત રહી છે, પરંતુ વિપક્ષી ગઠબંધન સાથેના મતભેદો અથવા સંખ્યાબળના અભાવે મહિલા આરક્ષણ સાથે જોડાયેલું આ મહત્વનું બિલ હાલ અટકી ગયું છે.




