મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કેતન અગ્રવાલના બહેનની ન્યાયની ગુહાર

પુણેના ચકચારી લોહગઢ કિલ્લા હત્યાકાંડમાં મૃત્યુ પામેલા યુવા ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના બહેને ન્યાયની માંગ સાથે પ્રસિ

તસવીર: GSTV

પુણેના ચકચારી લોહગઢ કિલ્લા હત્યાકાંડમાં મૃત્યુ પામેલા યુવા ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના બહેને ન્યાયની માંગ સાથે પ્રસિદ્ધ દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરી છે. શરૂઆતમાં આ ઘટનાને ટ્રેકિંગ દરમિયાન અકસ્માતે પગ લપસવાને કારણે થયેલું મોત ગણાવવામાં આવ્યું હતું. જો કે, કેતનના બહેનની સતર્કતા અને શંકાને આધારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ એક પૂર્વયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ કેસમાં કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમીની ધરપકડ કરી  હતી . ભાઈને ન્યાય અપાવવા માટે લડી રહેલા બહેને ગણપતિ બાપ્પાના ચરણોમાં દોષિતોને કડક સજા થાય તેવી પ્રાર્થના કરી હતી 

આ સમાચાર શેર કરો