VIDEO: ANDAR NI VAAT/ કેતન હત્યા કેસ પ્રત્યક્ષદર્શી પુરાવાના અભાવે રાજા રઘુવંશી જેવો નબળો બનવાની શક્યતા
પુણેના ચકચારી કેતન અગ્રવાલ હત્યા કેસમાં પણ ઇન્દ

પુણેના ચકચારી કેતન અગ્રવાલ હત્યા કેસમાં પણ ઇન્દોરના રાજા રઘુવંશી 'હનીમૂન મર્ડર કેસ' જેવી જ કાયદાકીય સ્થિતિ સર્જાતી દેખાઈ રહી છે. કેતન અગ્રવાલ હત્યા કેસમાં હત્યાના 12 દિવસ પછી પણ પુણે પોલીસ પાસે કોઇ ઠોસ પુરાવા મળ્યા નથી. પુના પોલીસ રિન્ટ્રકશન, ડિજિટલ પુરવા અને ફોરેન્સિક પુરવા એકઠા કરી રહી છે પણ હજુ સુધી સિયા અને ચેતનને આરોપી સાબિત કરે તેવા ઠોસ પુરવા મળ્યા નથી. કેતનને લોહગઢ કિલ્લા પરથી સિયા અને ચેતને ફેકીને હત્યા કરી હતી આ હત્યા સિયા અને ચેતનને પોલીસ સમક્ષ સ્વિકારી પણ લીધી છે. સજા માટે માત્ર આરોપીનો સ્વિકાર પુરતો નથી. તપાસ આ દિશામાં ચાલી તો અમુક સમયના અંતરે બન્નેને જામીન મળી શકે છે. ચેતન કેસમાં પોલીસને હજુ સુધી કોઇ પ્રત્યક્ષદર્શી એટલે કે 'આઈવિટનેસ'નો પુરાવો મળ્યો નથી. પોલીસ તપાસના આધારે કહીએ તો સિયા અને ચેતને મળીને કેતનને લોહગઢના કિલ્લા પર નિર્જન જગ્યાએથી ઊંડી ખીણમાં ફેંકી દીધો હતો. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ગુનાને અંજામ અપાતો નજરે જોનાર એક પણ સાક્ષી પોલીસ પાસે નથી. જે કાયદાની પરિભાષામાં બચાવ પક્ષ માટે સૌથી મોટું હથિયાર બની જાય છે. રાજા રઘુવંશી કેસમાં સોનમ રઘુવંશીને મેઘાલય કોર્ટે શરતી જામીન આપી દીધા હતા. જામીન આપવાનું કારણ એ હતું કે મેઘાલય પોલીસ પાસે કોઈ પ્રત્યક્ષ પુરાવા ન હતા. બરાબર એ જ પેટર્ન સિયા અને ચેતનના કેસમાં દોહરાવાઈ રહી છે. કાયદાકીય નિષ્ણાતોના મતે, અદાલતમાં માત્ર શંકા કે અટકળોના આધારે કોઈને લાંબો સમય જેલમાં રાખી શકાતા નથી. જ્યાં સુધી કોઈ વ્યક્તિ સિયા કે ચેતનને કિલ્લાની દીવાલ અથવા પહાડ પરથી કેતનને નીચે ફેંકતા જોયાની કોર્ટ સમક્ષ જુબાની ન આપે, ત્યાં સુધી 'લાસ્ટ સીન થિયરી' છેલ્લી વાર સાથે દેખાવું કે ડિજિટલ લોકેશન જેવા સાંયોગિક પુરાવા કાનૂની કસોટી પર નબળા સાબિત થઇ શકે છે. કેતન હત્યા કેસમાં ગુનાના સ્થળેથી કોઈ સચોટ ફોરેન્સિક કે ડીએનએ પુરાવા પણ મળ્યા નથી. સિયાએ કેતનને ધક્કો મારી દીધો તે વાત બની છે પણ પુરવા ન હોવાને કારણે બચાવ પક્ષ કેતનનો પગ લપસી ગયાની થીયર પર મજબુત દલીલ કરી શકે. હવે બન્નેના લાઇ ડિટેક્ટિવ ટેસ્ટનો આધાર રહે છે. પણ આરોપી લાઇ ડિટેક્ટિવ ટેસ્ટ કરવાની ના પાડી પણ શકે છે. આપી દીધા પછી પણ આ ટેસ્ટ કાયદાકીય આધારમાં એક માત્ર મજબુત પુરાવો નથી.. આ બધી બાબતો સ્પષ્ટ સંકેત આપે છે કે ટેકનિકલ ખામીઓ, નબળી કેસ ડાયરી અને મુખ્ય આઈવિટનેસના અભાવના કારણે કેતન અગ્રવાલ કેસ નબળો પડી શકે છે. જો કે પુણે પોલીસ પાસે હજુ પણ બે મહિનાથી વધારે સમય છે. આ સમયમાં ઠોસ પુરવા નહીં મળે તો કેતન હત્યા કેસ સિયા અને ચેતનની તરફેણમાં જતો જોવા મળશે-
બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી




