VIDEO: કેરળ સરકારની ઓણમ ભેટ: કર્મચારીઓ, પેન્શનરો માટે વિશેષ પેકેજ, બોનસની જાહેરાત
કેરળ સરકારે ઓણમ તહેવાર નિમિત્તે રાજ્યના કર્મચારીઓ, શિક્ષકો અને પેન્શનર

કેરળ સરકારે ઓણમ તહેવાર નિમિત્તે રાજ્યના કર્મચારીઓ, શિક્ષકો અને પેન્શનર માટે ખાસ પેકેજ જાહેર કર્યું છે. સરકારી કર્મચારીઓ અને શિક્ષકોને 4 હજાર 500 રૂપિયાનું બોનસ મળશે, જ્યારે બોનસ માટે અપાત્ર કર્મચારીઓને 3 હજાર રૂપિયાનું તહેવાર ભથ્થું અપાશે....આ સાથે નિયમિત કર્મચારીઓ 20 હજાર રૂપિયા સુધીનું અને પાર્ટ-ટાઇમ કર્મચારીઓ 6 હજાર રૂપિયા સુધીનું એડવાન્સ મેળવી શકશે. ગયા વર્ષની સરખામણીમાં આ રકમ યથાવત રાખવામાં આવી છે. સહાયિત શાળાના શિક્ષકો, બોર્ડ અને સરકારી સંસ્થાઓના કર્મચારીઓ પણ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર ઠર્યા છે.G




