મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : “જૈન સમાજને ગૃહમંત્રી પર ભરોસો નથી”, પાવાગઢ મામલે જૈન મુનિનો રોષ

પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાક

પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો છે.  રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માટે માગ કરી હતી.

તો સુરતમાં જિનાગમ રત્ન મહારાજે સરકાર અને ગૃહમંત્રી સામે રોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે " જૈન સમાજને ગૃહમંત્રી પર ભરોસો નથી. પહેલા પણ સરકાર આજ હતી આજે પણ સરકાર આ જ છે. પહેલા પણ ગૃહમંત્રી આ જ હતા અને આજે પણ આ જ છે. કોઈ આશ્વાસન નહીં જોઈ પરિણામ જોઈએ પછી આવજો અહીં.”

આ સમાચાર શેર કરો