મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગર: પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત મહાપાલિકાનું બુલડોઝર ફર્યું

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વેની પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે આજે શહેરમાં ગેરકાયદે

તસવીર: gstv

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વેની પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે આજે શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના નાગનાથ ગેટ સ્મશાન નજીક આવેલી કેનાલ પર લાંબા સમયથી થયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.આ ડિમોલિશનની કામગીરી દરમિયાન કેનાલની આસપાસ નડતરરૂપ બનેલા બે કાચા-પાકા મકાનોના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. કોર્પોરેશનની ટીમે આ ત્વરિત કાર્યવાહી કરીને આશરે ૨૦૦૦ ચોરસ ફૂટ જેટલી કિંમતી જગ્યા દબાણમુક્ત કરાવી ખુલ્લી કરી હતી, જેથી ચોમાસા દરમિયાન પાણીના નિકાલમાં કોઈ અવરોધ ન આવે.

આ સમાચાર શેર કરો