મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવવો એ મારો અધિકાર છે, ગૃહમાં મને મારી વાત પૂરી કરવા દેવામાં ન આવી: રાહુલ ગાંધી

લોકસભામાંથી એન્ટી પેપર લીક બિલ પસાર થય

તસવીર: gstv

લોકસભામાંથી  એન્ટી પેપર લીક બિલ  પસાર થયા બાદ કોંગ્રેસ નેતા અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય ગૃહમંત્રી પર તીખા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, લોકસભામાં વિપક્ષના નેતા તરીકે તેમને પોતાની વાત રજૂ કરવાનો મોકો આપવામાં આવ્યો નથી. પાંચ તસવીરો દર્શાવતા રાહુલ ગાંધીએ આક્રોશ વ્યક્ત કર્યો કે,  સંસદથી માત્ર 500 મીટરના અંતરે ભારતના ભવિષ્ય સમાન યુવાનો અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો. વિપક્ષના નેતા તરીકે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓનો અવાજ ઉઠાવવો  એ મારો અધિકાર છે  પરંતુ ગૃહમાં મને મારી વાત પૂરી કરવા દેવામાં ન આવી.

આ સમાચાર શેર કરો