VIDEO: "આ મુદ્દો પક્ષપાતનો નથી, દેશના યુવાઓ અને વિદ્યાર્થીઓનો છે" અખિલેશ યાદવના સરકાર પર પ્રહાર
સંસદના મોનસૂન સત્ર દરમિય

સંસદના મોનસૂન સત્ર દરમિયાન NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલા કથિત પોલીસ લાઠીચાર્જના મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ઘર્ષણ ચરમસીમાએ પહોંચ્યું છે. વિપક્ષી નેતાઓએ આ મુદ્દાને કોઈ એક રાજકીય પક્ષ પૂરતો મર્યાદિત ન ગણાવતા દેશના યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો સંવેદનશીલ વિષય ગણાવ્યો છે.
"આ મુદ્દો કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી કે ભાજપનો નથી. આ મુદ્દો દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોનો છે. જો વડાપ્રધાન સંસદ ગૃહમાં અમારી વાત સાંભળી લેત, તો વડાપ્રધાન આવાસનો ઘેરાવ કરવાની જરૂર જ ન પડી હોત. વિદ્યાર્થીઓ સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે. તેમના હાથ ભાંગી નાખવામાં આવ્યા, તેમના માથા ફોડી નાખવામાં આવ્યા. શું તમે આપણી દીકરીઓના કપડાં પણ ફાડી નાખશો?"
સંસદથી લઈને રસ્તા સુધી સંગ્રામ
વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ગૃહમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને બોલવાની અને ચર્ચા કરવાની યોગ્ય તક આપવામાં આવી રહી નથી, જેના કારણે વિપક્ષે આક્રમક વલણ અપનાવવું પડ્યું છે. સંસદમાં રજૂઆત ન થઈ શકતા કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના વિપક્ષી નેતાઓએ દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાન બહાર ધરણ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનો પર પોલીસે કરેલા બળપ્રયોગ સામે વિપક્ષી નેતાઓએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માગણી દોહરાવી છે.






