મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: પટિયાલા જિલ્લામાં રેલ્વે ટ્રેક પાસે થયેલા વિસ્ફોટને પગલે તપાસનો ધમધમાટ

પંજાબના પટિયાલા જિલ્લામાં રેલ્વે ટ્રેક પાસે વિસ્ફોટની ઘટના બની છે. આ વિસ્ફોટથ

પંજાબના પટિયાલા જિલ્લામાં રેલ્વે ટ્રેક પાસે વિસ્ફોટની ઘટના બની છે. આ વિસ્ફોટથી રેલ્વે લાઇનના એક ભાગને નુકસાન થયું છે. શંભુ-અંબાલા સ્ટ્રેચ પર થયેલા આ વિસ્ફોટમાં મુખ્યત્વે માલવાહક ટ્રેનો માટે વપરાતી રેલ્વે લાઇન પ્રભાવિત થઈ છે. 

પટિયાલાના એસએસપી વરુણ શર્મા સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ગવર્નમેન્ટ રેલ્વે પોલીસ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓએ ક્ષતિગ્રસ્ત ટ્રેકનું નિરીક્ષણ કર્યું છે. વિસ્ફોટથી ટ્રેકને નુકસાન થયું છે. વિસ્ફોટ સ્થળની નજીકથી એક અજાણી વ્યક્તિનો વિખેરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.

જો કે મૃત્યુ વિસ્ફોટ સાથે સંકળાયેલું છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. અધિકારીઓએ જણાવ્યું કે આ બાબતની વિગતવાર તપાસ ચાલી રહી છે. ઘટનાની તપાસ માટે ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી છે. નમૂનાઓ એકત્ર કરીને વિસ્ફોટના કારણોનું મૂલ્યાંકન કરવામાં આવશે. જાન્યુઆરી મહિનામાં ફતેહગઢ સાહિબ જિલ્લાના સરહિંદમાં પણ ફ્રેટ કોરિડોર પર આ પ્રકારની ઘટના બની હતી. 

આ સમાચાર શેર કરો