VIDEO: ઉનાના માણેકપુરમાં ઘેટાં-બકરાંની જેમ વાહનોમાં ભરાતા માસૂમો: એસ.ટી. બસ ન આવતા રોષ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના માણેકપુર ગામેથી સીમર તરફ અભ્યાસ અર્થે

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના માણેકપુર ગામેથી સીમર તરફ અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓ રોજ પોતાના જીવનું જોખમ ખેડીને મુસાફરી કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર, આ રૂટ પર એસ.ટી. બસ સમયસર ન આવતી હોવાના કારણે માસૂમ બાળકોને ખાનગી વાહનોમાં ઘેટાં-બકરાંની જેમ ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં ખીચોખીચ ભરવામાં આવે છે. વાહનોની બહાર લટકતા અને જોખમી રીતે મુસાફરી કરતા આ ભવિષ્યના ઘડવૈયાઓ સાથે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે, તો તેનો જવાબદાર કોણ રહેશે તેવા તીખા સવાલો ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. ભણતર મેળવવા માટે રોજ મોતના મુખમાં મુસાફરી કરતા આ બાળકોની સુરક્ષાને ધ્યાને લઈને વહીવટી તંત્ર અને ડેપો મેનેજર દ્વારા તાત્કાલિક ધોરણે નિયમિત બસની સુવિધા શરૂ કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.


