VIDEO: વાહનચાલકો પર મોંઘવારીનો માર! અદાણી CNGના ભાવમાં ₹4નો તોતિંગ વધારો
અમદાવાદ સહિત ગુજરાતભરના વાહનચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં ફરી એકવા

અમદાવાદ સહિત ગુજરાતભરના વાહનચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા CNGના ભાવમાં ફરી એકવાર મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. CNGના ભાવમાં સીધો રૂ. 4 નો વધારો કરી દેવાતા દૈનિક મુસાફરી કરતા વાહનચાલકો, ઓટોરિક્ષા ચાલકો અને કેબ ડ્રાઇવરોના માસિક બજેટ પર ભારે અસર પડી છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે CNG પર નિર્ભર રહેતા સામાન્ય વર્ગના લોકો પર હવે મોંઘવારીનો બમણો માર પડ્યો છે.
જુનો ભાવ અને નવો ભાવ
આ ભાવવધારા બાદ હવે અદાણી CNGનો નવો ભાવ વધીને રૂ. 94.02 પ્રતિ કિલો થઈ ગયો છે. આ વધારા પહેલા CNGનો જૂનો ભાવ રૂ. 90.02 પ્રતિ કિલો હતો. સીધા રૂ. 4 ના વધારાને કારણે મહિને હજારો રૂપિયાનો વધારાનો આર્થિક બોજ વાહનચાલકો પર પડશે. ઈંધણના ભાવમાં સતત થઈ રહેલા આ વધારાને કારણે સામાન્ય વર્ગ અને મધ્યમ વર્ગની ચિંતાઓમાં તીવ્ર વધારો થયો છે.




