મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભારતીય સેનાની માનવતા: ફસાયેલા વાહનચાલકોને સહાય

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં શ્રી અમરનાથજી યાત્રા દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ-44 પર ભૂસ્ખલનને કારણે સર

તસવીર: gstv

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં શ્રી અમરનાથજી યાત્રા દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ-44 પર ભૂસ્ખલનને કારણે સર્જાયેલી અડચણો વચ્ચે ભારતીય સેના દ્વારા રાત્રી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે રસ્તા પર ફસાઈ ગયેલા અસંખ્ય ટ્રક ચાલકો અને મુસાફરોની વહારે સેના આવી હતી. ભારતીય સેનાના જવાનોએ આપત્તિગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને તાત્કાલિક ધોરણે ભોજન, પીવાનું પાણી, દવાઓ અને આશ્રય પૂરો પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરક્ષા અને રાહત કાર્યોથી પ્રભાવિત થઈને સ્થાનિકોએ સેનાના આ પ્રશંસનીય પગલાંને બિરદાવ્યું હતું.

આ સમાચાર શેર કરો