મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

VIDEO : રૂપિયામાં ઐતિહાસિક કડાકો, ડોલર સામે રૂપિયો 95.27ની રેકોર્ડબ્રેક સપાટીએ ગગડ્યો

બજાર ખૂલતાની સાથે જ ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 95.27ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો હતો..

બજાર ખૂલતાની સાથે જ ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 95.27ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો હતો.. વૈશ્વિક બજારમાં બ્રન્ટ ક્રૂડ તેલની કિંમતો ૧૨૨ ડોલર પ્રતિ બેરલને પાર કરી જતાં અને ડોલરની સતત વધતી માંગને કારણે રૂપિયામાં આ મોટું ગાબડું પડ્યું છે. ભારત તેલની આયાત પર નિર્ભર હોવાથી ક્રૂડ મોંઘું થતા ડોલરની માંગ વધી છે, જ્યારે અમેરિકા-ઈરાન તણાવને કારણે વિદેશી રોકાણકારો પણ ભારતીય બજારમાંથી નાણાં પરત ખેંચી રહ્યા છે. આરબીઆઈના હસ્તક્ષેપ છતાં ગ્લોબલ ફેક્ટર્સ સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આ ઘટાડાની સીધી અસર સામાન્ય જનતા પર પડશે, જેમાં વિદેશી શિક્ષણ અને પ્રવાસ મોંઘો થશે, સાથે જ સ્માર્ટફોન અને લેપટોપ જેવી આયાતી ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓના ભાવ વધશે. આ ઉપરાંત, તેલ કંપનીઓની પડતર કિંમત વધતા આગામી સમયમાં સ્થાનિક બજારમાં ઈંધણના ભાવમાં પણ ભડકો થવાની પૂરેપૂરી શક્યતા છે.

આ સમાચાર શેર કરો