VIDEO: કચ્છના ગાંધીધામમાં ઘરવિહોણા પરિવારોનું અનિશ્ચિત ધરણા યથાવત, છ મહિના વીતી ગયા છતાં આવાસ ન મળતા આક્રોશ
કચ્છના ગાંધીધામમાં ડિમોલિશનને

કચ્છના ગાંધીધામમાં ડિમોલિશનને કારણે ઘરવિહોણા થયેલા પરિવારોનું અનિશ્ચિત ધરણા હજુ યથાવત છે.... છ મહિના વીતી ગયા છતાં આવાસ ન મળતાં વિરોધ ઉગ્ર બન્યો છે. છેલ્લા એક મહિનાથી બહુજન આર્મીના નેજા હેઠળ 300થી વધુ મહિલાઓ, યુવાનો અને વડીલો ધરણા પર બેઠા છે. તેઓ તાત્કાલિક જરૂરિયાતમંદોને ઘર આપવાની માંગ કરી રહ્યા છે. સતાધીશો તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં બહુજન આર્મીએ ઘર ન મળે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.




