VIDEO: સામાન્ય વાતમાં મારામારીની ઘટના
રાજકોટ શહેરમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. શહેરની વનતારા સ્નૂકર ક્લબમાં યુવાનો વચ્ચે થયેલી અથડામણના CCTV ફૂટેજ સામે આવ્

રાજકોટ શહેરમાં વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. શહેરની વનતારા સ્નૂકર ક્લબમાં યુવાનો વચ્ચે થયેલી અથડામણના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ગાડીના સ્નેપ મૂકવાની બાબતે શરૂ થયેલી સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. ગાડી માલિક યુવકે તે મારી ગાડીની સ્નેપ કેમ ઉતારી તેમ કહીને અન્ય યુવાન પર લાકડીઓ અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો...મારામારી દરમિયાન એક યુવકને માથાના ભાગે ઇજા પહોંચી હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


