VIDEO: રામોલ ફેક્ટરી બ્લાસ્ટ મામલે ઈસુદાન ગઢવીએ મૃતકો માટે ૫૦ લાખના વળતરની માંગ કરી.
અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં

અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટની દુર્ઘટના પર આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે ગરીબ અને શ્રમિક પરિવારના મૃતકોને રૂપિયા 50-50 લાખનું આર્થિક વળતર ચૂકવવામાં આવે. આ સાથે જ તેમણે ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેવા પ્રાદેશિક અધિકારીઓની કામગીરી તથા લાયસન્સની સઘન તપાસ કરવાની અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં આવી બેદરકારીને કારણે કોઈ નિર્દોષ નાગરિક જીવ ન ગુમાવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થઈ શકે.




