VIDEO : અમદાવાદના રામોલ-હાથીજણમાં નવો ડામર રોડ બનાવવાનું કામ અધૂરું રહી ગયું
સોર્સ : gstv
અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડના ન્યુ મણિનગર વિસ્તારમાં તંત્રની બેદરકારીને કારણે સ્થાનિક રહીશો નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરે છે. માર્ગો ખોદીને લાઈનો નાખ્યા બાદ તંત્રે નવો ડામર રોડ બનાવવાનું કામ અધૂરું છોડી દીધું છે. પરિણામે રસ્તા બિસ્માર બન્યા છે અને ગટરના ગંદા પાણી ભરાઈ ગયા છે. આના કારણે ગંદુપાણી 500 મીટર સુધી ફેલાયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોના કહેવા મુજબ આ સ્થિતિને કારણે રોગચાળાનો ભય વધ્યો છે. જનતામાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો છે.

