મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજોડપુરામાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ

આણંદના રાજોડપુરા તલાવડી વિસ્તારમાં વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ રસ્તાઓ પરથી પા

તસવીર: gstv

આણંદના રાજોડપુરા તલાવડી વિસ્તારમાં વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ રસ્તાઓ પરથી પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણી ભરાયેલા માર્ગોના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં કરમસદ–આણંદ મહાનગરપાલિકા દ્વારા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. લાંબા સમય સુધી ભરાયેલા પાણીથી ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. હવે સ્થાનિકોએ ચેતવણી આપી છે કે વહેલી તકે ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો