મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદી માહોલ જામતા ડાંગરના પાકને મળ્યું જીવનદાન

મહીસાગર જિલ્લામાં આજથી વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલ જ

તસવીર: gstv

મહીસાગર જિલ્લામાં આજથી વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. લુણાવાડા, સંતરામપુર, ગોધરા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો સહિત બાલાસિનોર, વીરપુર, કોઠંબા, ખાનપુર અને કડાણા પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી શરૂ થયેલા આ મેઘરાજાના હેતથી વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને નાગરિકોમાં ખુશીની લહેર છવાઈ છે. ખાસ કરીને આ ધીમી ધારે પડી રહેલા સાર્વત્રિક વરસાદને લીધે ડાંગરના પાકને નવું જીવનદાન મળ્યું છે, જેનાથી ખેડૂતોમાં પણ ભારે રાહત અને આનંદ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો