VIDEO: મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદથી પૂરની સ્થિતિ: પોલીસે ૩૦૦થી વધુ લોકોનું સફળ રેસ્ક્યૂ કર્યું
મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથકમાં વહેલી સવાર

મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથકમાં વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદને કારણે સુવા ગામ સહિતના કેટલાક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા હતા. સુવા ગામના નાયક ફળિયામાં આવેલ વૈદ્ય પાસે દવા લેવા આવેલા અન્ય જિલ્લાના ૩૦૦થી વધુ લોકો ફસાયા હતા….માર્ગો બંધ થઈ જવાથી વહીવટી તંત્ર અને જિલ્લા એસઓજી પીએઈની ટીમે ટ્રેક્ટરની મદદથી ૨૮ સ્થાનિકો અને પશુઓ સહિત તમામ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ઘટનાની ગંભીરતા જોતાં જિલ્લા કલેકટર અને એસપીએ સ્થળની મુલાકાત લીધી હતી. ભારે વરસાદથી કોતરોમાં પાણી ફરી વળ્યા છે અને તંત્ર હાઈ એલર્ટ પર છે.



