VIDEO: સીએમ ઓમર અબ્દુલ્લા અને ફારૂક અબ્દુલ્લાની મહત્વની સફર!
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લા શ્રી

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારૂક અબ્દુલ્લા શ્રીનગરથી દેશની રાજધાની દિલ્હી જવા રવાના થયા હતા આ હાઈ-પ્રોફાઈલ દિલ્હી મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી . સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા દિલ્હીમાં કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે, જેમાં જમ્મુ-કાશ્મીરના વિકાસ કાર્યો, સુરક્ષા વ્યવસ્થા અને કેન્દ્રીય સહાય અંગે વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે. કેન્દ્રશાસિત પ્રદેશના વિવિધ વહીવટી મુદ્દાઓ અને આગામી પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ માટે આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બંને નેતાઓ દિલ્હીમાં રોકાણ દરમિયાન પક્ષના અન્ય મહત્વના કામોની પણ સમીક્ષા કરશે



