મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO : “ભારત સામે પાકિસ્તાન જીતી જાય તો મજા આવી જાય!” ભારતના પૂર્વ ક્રિકેટરનું નિવેદન

ICC Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ પ્રોફાઇલ મેચ

ICC Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ પ્રોફાઇલ મેચ રવિવારે 23 ફેબ્રુઆરીએ રમાવાની  છે. આ મેચ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમના મેદાનમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે બે વાર ODI ફોર્મેટમાં રમી ચૂકી છે. ટીમ ઈન્ડિયા બંને વખત વિજયી બની છે. ભારત-પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોની નજર રવિવારે યોજાનારી મેચ પર છે, આવામાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અતુલ વાસને કહ્યું કે, "હું ઈચ્છું છું કે પાકિસ્તાન આ મેચ જીતે કારણ કે તેનાથી ટુર્નામેન્ટ રોમાંચક બનશે. જો પાકિસ્તાન બહાર થઈ જશે તો મેચમાં શું બચશે? પાકિસ્તાન આ મેચ જીતી જાય તો મજા આવી જાય!"

આ સમાચાર શેર કરો