VIDEO: માનવ તસ્કરી કેસ: હૈદરાબાદની એનઆઈએ કોર્ટે નવ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી
હૈદરાબાદની વિશેષ NIA અદાલતે ૨૦૧૯ના માનવ તસ્કરીના ગંભીર કેસમાં નવ

હૈદરાબાદની વિશેષ NIA અદાલતે ૨૦૧૯ના માનવ તસ્કરીના ગંભીર કેસમાં નવ આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી છે. આ ગેંગ સારી નોકરીની લાલચ આપી બાંગ્લાદેશી મહિલાઓની ભારતમાં તસ્કરી કરતી અને તેમને બળજબરીથી દેહવ્યાપારમાં ધકેલતી હતી. અદાલતે તમામ દોષિતોને આજીવન કેદની સાથે કુલ રૂપિયા ૧ લાખ 37 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરવાના કિસ્સામાં વધુ ત્રણ મહિનાની સાદી કેદ ભોગવવી પડશે. રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા સરહદ પાર કાર્યરત આ સંગઠિત નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેના પગલે અદાલતે આ ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે.




