VIDEO: BiggBossના ઘરમાં જોરદાર બબાલ, આ બે કન્ટેસ્ટન્ટથી સલમાન થઈ શકે છે નારાજ
સલમાન ખાનનો પોપ્યુલર શો બિગ બોસ 18 અત્યારે લાઈમલાઈટમાં છે. શો ના કન્ટેસ્ટન્ટને લઈને દરરોજ જાતભાતના સમાચાર સામે આવતાં રહે છ
સલમાન ખાનનો પોપ્યુલર શો બિગ બોસ 18 અત્યારે લાઈમલાઈટમાં છે. શો ના કન્ટેસ્ટન્ટને લઈને દરરોજ જાતભાતના સમાચાર સામે આવતાં રહે છે પરંતુ આ વખતે બિગ બોસ 18ના ઘરમાં કંઈક એવું થઈ રહ્યું છે, જે કદાચ સલમાન ખાનને પણ ગમશે નહીં. શો ના બે કન્ટેસ્ટન્ટ વચ્ચે જોરદાર બબાલ થઈ ગઈ છે. આ મામલો ધક્કા-મુક્કીથી ઝપાઝપી સુધી પહોંચ્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: સલમાન ખાનને ધમકી આપનાર આરોપીની મહારાષ્ટ્રની વર્લી પોલીસે કરી ધરપકડ
તાજેતરમાં જ બિગ બોસ 18 માં વાઈલ્ડ એન્ટ્રી તરીકે દિગ્વિજય રાઠીએ ઘરમાં એન્ટ્રી લીધી છે. શરૂઆતમાં જોવામાં આવી રહ્યું છે કે રાઠી અવિનાશ મિશ્રાએ બિલકુલ પસંદ કરતો નથી અને બંને વચ્ચે ખૂબ વિવાદ પણ નજર આવ્યો પરંતુ લેટેસ્ટ એપિસોડમાં આ બંનેની બબાલથી માહોલ ખૂબ બગડી ગયો અને મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો.
બિગ બોસ સિઝન 18 ના લેટેસ્ટ એપિસોડનો એક પ્રોમો વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં અવિનાશ અને રાઠી ઝઘડો કરતાં નજર આવી રહ્યાં છે પરંતુ વાત એટલી આગળ વધી જાય છે કે આ બંને એકબીજા સાથે ધક્કા-મુક્કી કરવા લાગે છે અને વાત હાથ ઉઠાવવા સુધી પહોંચી જાય છે. જોકે, આ દરમિયાન અવિનાશ દિગ્વિજયને જોરદાર ધક્કો મારી દે છે, જેનાથી તે જમીન પર પડી જાય છે.
જોકે, આ બંનેની લડાઈને બિગ બોસ 18 ના અન્ય સભ્યોએ શાંત પાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે કોઈનું સાંભળ્યું નહીં. ખાસ કરીને એલિસ કૌશિક આ ઝઘડામાં વચ્ચે પડ્યો અને અવિનાશ-રાઠીને રોકવા માટે પૂરો પ્રયત્ન કર્યો, પરંતુ તે પણ નિષ્ફળ રહ્યો.
સલમાન ખાન ક્લાસ લગાવશે
ગત અમુક વીકેન્ડ કા વારથી સલમાન ખાન બિગ બોસ 18 ને હોસ્ટ કરી રહ્યાં નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે શનિવારે તેની શોમાં વાપસી થઈ શકે છે જો એવું થાય છે તો અવિનાશ મિશ્રા અને દિગ્વિજય રાઠી ભાઈજાનના નિશાને રહેશે.








