51 શક્તિપીઠોની કઈ રીતે રચના થઈ
હિન્દુ ધર્મમાં શક્તિ પીઠ સ્થાન પાવન તીર્થ તરીકે આકાર પામ્યાં છે. સામાન્ય રીતે શક્તિ પીઠની સંખ્યા ૫૧ ગણાય છે. શક્
હિન્દુ ધર્મમાં શક્તિ પીઠ સ્થાન પાવન તીર્થ તરીકે આકાર પામ્યાં છે. સામાન્ય રીતે શક્તિ પીઠની સંખ્યા ૫૧ ગણાય છે. શક્તિ પીઠો એ બ્રહ્માંડની અસીમ રહસ્યમયી શક્તિ અને ઉર્જાનું સ્થળ છે. પૌરાણિક કથા અનુસાર પ્રજાપતિ દક્ષનાં યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન સહન ન થતાં માતા સતીએ યજ્ઞની અગ્નિમાં દેહત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવ સતીના મૃત શરીરને લઈ પૃથ્વી પરિભ્રમણ કરવા લાગ્યાં.ત્યારે ભગવાન વિષ્ણુએ ભગવાન શિવનું આ તાંડવ સ્વરૂપ જોયું અને સુદર્શનચક્ર વડે સતીનાં દેહનાં ટુકડા કર્યા. સતીના દેહના ટુકડાઓ પૃથ્વી પર જ્યાં પડ્યા ત્યાં શક્તિ પીઠોની રચના થઈ.




