VIDEO: મહેસાણામાં સિક્કાની લાલચ આપી હનીટ્રેપ: લાખો પડાવતી ગેંગના ૨ સાગરીતો ઝડપાયા!
મહેસાણામાં એન્ટીક સિક્કા વેચવાના બહાને હનીટ્રેપ ચલાવતી ગેંગનો પોલી

મહેસાણામાં એન્ટીક સિક્કા વેચવાના બહાને હનીટ્રેપ ચલાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદના એક વ્યક્તિને ફ્લેટમાં બોલાવી મારપીટ કરી આપત્તિજનક ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી 4.35 લાખ રૂપિયાની ખંડણી પડાવવામાં આવી હતી. મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી વિક્રમ ઉર્ફે વિકી અને વિમલસિંહ નામના બે આરોપીઓને ઝડપી લીધા છે. તેમની પાસેથી રોકડા રૂપિયા અને સોનાના દાગીના મળી કુલ 2.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જ્યારે નયનાબેન, આરતીબેન અને ધર્મેશ સહિતના અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.




