VIDEO: મહેસાણામાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી લૂંટાયો
મહેસાણાના બિલાડી બાગ પાસે આવેલા ખુશ્બૂ એપાર્ટમેન્ટમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી લૂંટ કરવામાં આવ

મહેસાણાના બિલાડી બાગ પાસે આવેલા ખુશ્બૂ એપાર્ટમેન્ટમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી લૂંટ કરવામાં આવી છે.. નયના નામની મહિલાએ એન્ટિક સિક્કા ખરીદવાના બહાને ૬૪ વર્ષીય વૃદ્ધ વેપારીને ફ્લેટના રૂમ નંબર ૯ માં બોલાવ્યો હતો. વેપારી ત્યાં પહોંચતા જ બે મહિલા અને ત્રણ પુરુષોએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. આ ટોળકીએ વેપારીને માર મારી, કપડાં ઉતરાવી મહિલા સાથે ફોટા પાડી લીધા હતા. બદનામ કરવાની ધમકી આપીને રોકડ, સોનાની માળા અને વીંટી લૂંટી લીધી હતી. ત્યારબાદ વધુ ૩ લાખની માંગણી કરતા વેપારીએ મિત્ર પાસેથી 50 હજાર રૂપિયા મંગાવી આપ્યા હતા. આમ, વિકી, ધર્મેશ, વિમલ અને નયના સહિતના શખ્સોએ કુલ ૪.૩૫ લાખની લૂંટ ચલાવી હોવાની એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.




