મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: અમેરિકાના ઓહાયોમાં હિન્દુ મંદિરમાં તોડફોડ

અમેરિકાના ઓહાયોમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અને હુમલાની દુઃખદ ઘટના સામે આવી છે. ગ્રેટર ક્લીવલેન્ડ સ્થિત સ્વામ

તસવીર: gstv

અમેરિકાના ઓહાયોમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ અને હુમલાની દુઃખદ ઘટના સામે આવી છે. ગ્રેટર ક્લીવલેન્ડ સ્થિત સ્વામિનારાયણ હિન્દુ મંદિર વડતાલધામ પર શુક્રવારે બપોરે અજાણ્યા લોકો દ્વારા ઈંટો ફેંકવામાં આવી, જેના કારણે મંદિરની બારીઓના કાચ તૂટી ગયા અને નુકસાન થયું હતું. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન  અને કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકાએ આ ઘટના અંગે માહિતી આપી છે.  ઘટના સમયે મંદિરની અંદર પૂજારી અને કેટલાક શ્રદ્ધાળુઓ હાજર હતા. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ભારતીય-અમેરિકન સમુદાય ટૂંક સમયમાં શરૂ થનારા નવરાત્રી ઉત્સવ અને હિન્દુ વિરાસત મહિનાની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યો છે. ઓહાયો પોલીસ અને સુરક્ષા એજન્સીઓ CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે હુમલાખોરોની ઓળખ કરવા અને આ ઘટના પાછળના કારણો જાણવા માટે તપાસ કરી રહી છે. 

આ સમાચાર શેર કરો