મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ડાકોર રણછોડરાયજી મંદિરમાં હિંડોળા ઉત્સવ: અવનવા શણગાર સાથે ઠાકોરજી ઝૂલે ઝૂલ્યા

અષાઢ વદ બીજથી પ્રારંભ થતા અને એક મહિના સુધી ચાલતા ડાકોરના પ

તસવીર: gstv

અષાઢ વદ બીજથી પ્રારંભ થતા અને એક મહિના સુધી ચાલતા ડાકોરના પ્રખ્યાત રણછોડરાયજી મંદિરના ભવ્ય હિંડોળા ઉત્સવ દરમિયાન ઠાકોરજીને રોજ સાંજે અવનવા અને કલાત્મક હિંડોળામાં ભાવપૂર્વક લાડ લડાવીને ઝુલાવવામાં આવે છે. આ આકર્ષક ઉત્સવમાં ફૂલ, પવિત્રા, નાગરવેલના પાન, સૂકામેવા, શાકભાજી અને વિવિધ ફળફળાદીમાંથી અતિ સુંદર તેમજ નયનરમ્ય હિંડોળા શણગારવામાં આવે છે. ડાકોરના ઠાકોરના આ અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવવા માટે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાવિક ભક્તો દરરોજ મંદિરે પહોંચી રહ્યા છે અને ભગવાનને ઝૂલે ઝૂલતા નિહાળીને પરમ શાંતિ અને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો