VIDEO: પાટણમાં રથયાત્રા પૂર્વે પોલીસનું તગડું સુરક્ષા કવચ: રૂટ પર યોજાઈ દિલધડક ફૂટ માર્ચ!
પાટણ શહેરમાં યોજાનારી 144મી ભગવાન જગન્નાથજીની

પાટણ શહેરમાં યોજાનારી 144મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. પાટણ એસપીના માર્ગદર્શન હેઠળ જગન્નાથ નિજ મંદિરથી રથયાત્રાના સમગ્ર રૂટ પર ભવ્ય ફ્લેગ માર્ચ યોજાઈ હતી. શહેરના મુખ્ય રાજમાર્ગો પર સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન, બી ડિવિઝન, એલસીબી, એસઓજી સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. પોલીસની હાજરીથી સમગ્ર બજાર વિસ્તારમાં સુરક્ષાનો માહોલ સર્જાયો હતો અને રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા તંત્રએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.




