VIDEO: કર્ણાટકનાતુમકુરમાં ભારે વરસાદ: જનજીવન પ્રભાવિત થયું.
કર્ણાટકનાં તુમકુર શહેરમાં ભારે વરસાદ ત્રાટક્યો છે, જેના કારણે ચારેય તરફ પાણી ભરાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત

કર્ણાટકનાં તુમકુર શહેરમાં ભારે વરસાદ ત્રાટક્યો છે, જેના કારણે ચારેય તરફ પાણી ભરાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવામાન વિભાગની ચેતવણી વચ્ચે અચાનક શરૂ થયેલા આ ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને વાહનવ્યવહાર પણ ગંભીર રીતે પ્રભાવિત થયો છે. સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના આ દ્રશ્યો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, અને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.




