મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોળકામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર સામે ભારે રોષ

ધોળકા શહેર અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી

તસવીર: gstv

ધોળકા શહેર અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વહેલી સવાર સુધી પડેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કલીકુંડ મુખ્ય બજાર રોડ, નગરપાલિકા કચેરી માર્ગ, પરપોટા મહાદેવ અને ગાયત્રી મંદિર તરફ જતા રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે. આ ઉપરાંત સાનિધ્ય, વંદે માતરમ, શિવમ અને શેત્રુંજય સોસાયટી સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. નગરપાલિકા પ્રમુખના વોર્ડ નંબર 2 ના ગુંદરા રોડ પર ગટરના દૂષિત પાણી ઉભરાતા સ્થાનિક રહીશોમાં નગરપાલિકાની નિષ્ક્રિય કામગીરી સામે તીવ્ર રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો