VIDEO: વલસાડમાં ભારે વરસાદથી કોઝવે પર પાણી ફરી વળ્યા, લોકોના જીવ જોખમમાં
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને કપરાડા અને ધરમપુર પંથકમાં વરસેલા ભારે વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. કપરાડાના સિલધા ગામ નજીકથી પસાર થતી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના પાણી લો-લેવલ કોઝવે પર ફરી વળ્યા છે. કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતાં નદીના બંને તરફના વિસ્તારોનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. આ વિકટ પરિસ્થિતિ અને ધસમસતા પ્રવાહ વચ્ચે પણ કેટલાક સ્થાનિક લોકો જીવના જોખમે રસ્તો પસાર કરતા નજરે પડ્યા હતા, જે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.




