મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં ૭૨ કલાકથી ભારે વરસાદ: ધોધમાર પાણીથી હાઇવે બંધ અને અનેક નાગરિકોનું રેસ્ક્યુ

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 72 કલાકથી અવિરત વરસી

તસવીર: gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 72 કલાકથી અવિરત વરસી રહેલા વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે. નદીઓ ગાંડીતૂર બનતાં અનેક પુલો પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. રાજસીતાપુર નજીક પુલ પર પાણી ભરાતા સુરેન્દ્રનગર-કચ્છ હાઇવે બંધ કરવામાં આવ્યો છે, જ્યારે લખતર નજીક પુલ પર પાણી ફરી વળતાં સુરેન્દ્રનગર-લખતર માર્ગ પણ વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. સાયલા ખાતે મુખ્યમંત્રીનો કાર્યક્રમ પણ વરસાદી પરિસ્થિતિને કારણે તાત્કાલિક રદ કરવામાં આવ્યો છે. ધોળીધજા ડેમ અને વઢવાણ ભોગાવો નદી વિસ્તારમાંથી 200થી વધુ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો