મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દહેરાદૂનમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ

ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કેનાલ

તસવીર: gstv

ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કેનાલ રોડ અને આઈટી પાર્ક સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે. શહેરમાં વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે અને સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો