મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણાના મોઢેરા રોડ પર મસમોટો ભૂવો, વાહનચાલકોમાં ભારે રોષ

મહેસાણાના મોઢેરા રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટીની બિલકુલ સામે રોડ પર એક મસમોટો ભૂવો પડવ

તસવીર: gstv

મહેસાણાના મોઢેરા રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટીની બિલકુલ સામે રોડ પર એક મસમોટો ભૂવો પડવાની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વ્યસ્ત ગણાતા આ મુખ્ય માર્ગ પર અચાનક મોટો ભૂવો પડતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, તંત્રની નબળી કામગીરીના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને અંધારાના સમયે અહીંથી પસાર થતા વાહનચાલકો માટે જીવનું જોખમ વધી ગયું છે.

આ સમાચાર શેર કરો