મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાતા જનજીવન પર અસર

વડોદરામાં ગરમીનો પારો સતત ઉપર જતાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. આજે પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ

વડોદરામાં ગરમીનો પારો સતત ઉપર જતાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. આજે પણ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાતા નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાળઝાળ ગરમીના કારણે દૈનિક જીવન પ્રભાવિત થયું છે. ગરમીથી બચવા લોકો કેપ, માથા ટોપી અને મોઢે રૂમાલ જેવા ઉપાયો અપનાવતા જોવા મળ્યા છે. ઘણા નાગરિકો રાહત મેળવવા માટે શેરડીના રસ સહિતની ઠંડી પીણીઓનો સહારો લઈ રહ્યા છે. છતાં કામકાજ માટે બહાર નીકળવું જરૂરી હોવાથી લોકો મજબૂરીમાં ગરમી સહન કરી રહ્યા છે.  

આ સમાચાર શેર કરો