મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં શરૂ થશે ‘હરિત ઘર, સ્વસ્થ સમાજ’ અભિયાન

વર્તમાન સમયમાં કિચન ટેરેસ ગાર્ડનનો ટ્રેન્ડ વધી રહ્યો છે ત્યારે વડાપ્રધાન શ્

તસવીર: gstv

વર્તમાન સમયમાં કિચન ટેરેસ ગાર્ડનનો ટ્રેન્ડ વધી રહ્યો છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસની પૂર્વસંધ્યાએ વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આઇ-હબના સહયોગથી ‘હરિત ઘર, સ્વસ્થ સમાજ’ અભિયાન અંતર્ગત અમદાવાદમાં ૭૬ હજાર કિચન ગાર્ડનના રોપાંના વિતરણનો પ્રારંભ કરવામાં આવશે. આગામી ૧૬ સપ્ટેમ્બરથી શરૂ થનારા આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોને પોતાના ઘરમાં જ ઓર્ગેનિક શાકભાજી ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાની જાગૃતિ લાવવાનો છે. આ વિશેષ અભિયાન હેઠળ ટામેટાં, રીંગણ, મરચાં, દૂધી, તુરીયા અને કાકડી જેવા ઉપયોગી રોપાંનું વિનામૂલ્યે વિતરણ કરાશે. એટલું જ નહીં, રોપાં મેળવનાર લોકોને તેની યોગ્ય જાળવણી અને વાવેતરની પદ્ધતિઓ અંગે પણ વિશેષ તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

આ સમાચાર શેર કરો