Video: ગોધરામાં ખેડૂતો અને ગ્રાહકો માટે ‘સિંદૂરી માતા ખેડૂત બજાર’નો ભવ્ય પ્રારંભ થયોઅમિતભાઈ શાહના

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ખેડૂતોને શાકભાજીના વેચાણ માટે યોગ્ય સ્થળ અને સુવિધા મળી રહે તે હેતુથી ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ‘સિંદૂરી માતા ખેડૂત ગ્રાહક બજાર’નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે સિંદૂરી માતા મંદિર પાસે નવનિર્મિત બજારનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ, સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય સી.કે. રાઉલજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જાહેર માર્ગો પર બેસતા ખેડૂતોને હવે સુવિધાજનક સ્થાન મળશે, જેનાથી વેપારીઓ અને ગ્રાહકો બંનેને વ્યવસ્થિત ખરીદ-વેચાણનો લાભ મળશે. APMC ગોધરાનો આ પ્રકલ્પ શહેરમાં શાકભાજીના વેચાણની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવશે.




