VIDEO: પંચમહાલ: ગોધરામાં ચૌત્રી નવરાત્રીનો થનગનાટ, ગરબા ગ્રાઉન્ડ પર તૈયારીઓને આખરી ઓપાયો
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવતીકાલથી શરૂ થતી ચૌત્રી નવરાત્રીન

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવતીકાલથી શરૂ થતી ચૌત્રી નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ગોધરા શહેરમાં પાંચ જેટલા મુખ્ય સ્થળોએ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે વિવિધ વિસ્તારોમાં શેરી ગરબાની પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર લાઈટીંગ, સાઉન્ડ અને સુરક્ષા વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, જેથી ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી શકે. આગામી દિવસોમાં ગોધરા શહેર માતાજીની ભક્તિ અને આરાધનાના રંગે રંગાશે અને ચારેય બાજુ ગરબાની રમઝટ જામશે.



