મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાડા વિધેયક પર રાજ્યપાલ હાલ સહી નહીં કરે, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કોર્ટમાં આપી ખાતરી

ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ને લઈને એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સરકાર વતી

તસવીર: gstv

ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ને લઈને એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સરકાર વતી હાઈકોર્ટમાં ખાતરી આપતા જણાવ્યું છે કે સરકારે બાર કાઉન્સિલ સાથે ચર્ચા વિચારણા કરી છે અને રાજ્યપાલ આ બિલ પર હાલ સહી નહીં કરે. સરકારે ઉમેર્યું હતું કે જે મૂળ કાયદો હતો તેને પરત લેવામાં આવે તે માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ, હાઇકોર્ટની કામગીરી બંધ થવાથી હાઇકોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી. ગુજરાત હાઇકોર્ટે ટાંક્યું હતું કે તમામના સેન્ટિમેન્ટનું ધ્યાન રાખવામાં આવે.

આ સમાચાર શેર કરો