મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

VIDEO: Gold Silver Price Today: મોંઘવારીનો ડબલ ડોઝ! સોનું-ચાંદી ફરી મોંઘા, ખરીદતા પહેલા જુઓ આજનો નવો ભાવ!

સોમવારે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. આજે 21 જુલાઈના રોજ પણ સોના અને ચાંદીના ભાવમાં સતત

તસવીર: gstv

સોમવારે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. આજે 21 જુલાઈના રોજ પણ સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે વધારો નોંધાયો છે. MCX પર સોનાનો ભાવ ₹862 વધીને ₹1,42,250 પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો છે. ચાંદીમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે, જ્યાં ચાંદીનો ભાવ ₹2,430 ઉછળીને ₹2,20,830 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે.

ગયા અઠવાડિયે સોનામાં આવેલા મોટા કડાકા બાદ રોકાણકારોએ નીચલા સ્તરે ખરીદી કરી હતી, જેનાથી કિંમતોને સપોર્ટ મળ્યો છે. બીજી તરફ, રોકાણકારો વૈશ્વિક તણાવ પર નજર રાખી રહ્યા છે અને એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરો હાલ પૂરતા ઊંચા સ્તરે જાળવી રાખી શકે છે, જેની અસર ચાંદીની કિંમતો પર દેખાઈ રહી છે.

દેશના મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ (21 જુલાઈ 2026)

શહેર 22 કેરેટ (પ્રતિ 10 ગ્રામ) 24 કેરેટ (પ્રતિ 10 ગ્રામ)
અમદાવાદ ₹1,31,560 ₹1,43,520
સુરત ₹1,31,560 ₹1,43,520
વડોદરા ₹1,31,560 ₹1,43,520
રાજકોટ ₹1,31,560 ₹1,43,520
દિલ્હી ₹1,31,660 ₹1,43,620
મુંબઈ ₹1,31,510 ₹1,43,470
કોલકાતા ₹1,31,510 ₹1,43,470
બેંગલુરુ ₹1,31,510 ₹1,43,470
હૈદરાબાદ ₹1,31,510 ₹1,43,470
ચેન્નાઈ ₹1,31,510 ₹1,43,470

અલગ-અલગ શહેરોમાં ટેક્સ, મેકિંગ ચાર્જિસ અને સ્થાનિક માંગને કારણે કિંમતોમાં થોડો તફાવત હોઈ શકે છે. તેથી રજિસ્ટર્ડ જ્વેલર પાસેથી કિંમત અને BIS Hallmark જોઈને જ ખરીદી કરવી વધુ યોગ્ય રહેશે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનું-ચાંદી મોંઘા થયા

અંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે:

સોનું: 0.86%ના વધારા સાથે $4,050 પ્રતિ ઓંસ પર કારોબાર કરી રહ્યું છે.

ચાંદી: 1.80%ના વધારા સાથે $58.10 પ્રતિ ઓંસ પર ટ્રેડ થઈ રહી છે.

આ સમાચાર શેર કરો