મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પંચમહાલ / ગોધરામાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, શાસક પક્ષના નેતા અને દંડકની ચૂંટણી

પંચમહાલના ગોધરામાં આજે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ,

તસવીર: gstv

પંચમહાલના ગોધરામાં આજે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, શાસક પક્ષના નેતા અને દંડકની ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપના 27 સભ્યોની સ્પષ્ટ બહુમતી હોવાથી ગોધરા નગરપાલિકામાં પ્રથમ વખત ઐતિહાસિક રીતે ભાજપનું શાસન આવશે. કુલ 11 વોર્ડના 44 સભ્યો ધરાવતી આ પાલિકામાં ભાજપ દ્વારા મેન્ડેટ આપીને હોદ્દેદારોના નામ નક્કી કરવામાં આવશે, ત્યારબાદ પ્રાંત કચેરી ખાતે નિયમાનુસાર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાંજે 4 વાગ્યા સુધીમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત થતા જ પાલિકામાં ભાજપનું શાસન આરુઢ થશે. જેને પગલે પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો