મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નસવાડીમાં ગણપતિ બાપ્પાની ભવ્ય વિસર્જન યાત્રા

નસવાડીમાં ગણપતિ મહોત્સવના સમાપન પ્રસંગે અલગ-અલગ વિસ્તારોમાંથી ગણપતિ બાપ્પાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હત

તસવીર: gstv

નસવાડીમાં ગણપતિ મહોત્સવના સમાપન પ્રસંગે અલગ-અલગ વિસ્તારોમાંથી ગણપતિ બાપ્પાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી. ઢોલ-નગારાં અને ડીજેના તાલે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જ્યારે મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. ગણપતિ બાપ્પાની વિદાય સમયે ‘ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના’ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. યાત્રા અશ્વિન નદીના કિનારે પહોંચી હતી, જ્યાં આરતી અને પૂજા-અર્ચના બાદ મૂર્તિઓનું શાંતિપૂર્ણ વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રાઓને લઈ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સતત દેખરેખ રાખી હતી.

આ સમાચાર શેર કરો