VIDEO: નસવાડીમાં તંત્રની બેદરકારી: ગણેશ આયોજકોએ જાતે જેસીબી મંગાવી રસ્તાના ખાડા પુરાવ્યા
છોટા-ઉદેપુરના નસવાડી તાલુકામાં ગણેશ મહોત્સવના આગમન પહેલા ર

છોટા-ઉદેપુરના નસવાડી તાલુકામાં ગણેશ મહોત્સવના આગમન પહેલા રસ્તાના ખાડા ન પુરાતા સ્ટેટ આરએન્ડબી વિભાગ સામે આયોજકો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. શોભાયાત્રાના મુખ્ય માર્ગ પર પડેલા મોટા ખાડાઓને કારણે અકસ્માતનો ભય હતો અને અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. આખરે ગણેશ ભક્તોએ પોતાના ખર્ચે જેસીબી મશીન મંગાવીને રસ્તો સમતલ કર્યો હતો. તંત્રની આ ઉદાસીનતા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે જાહેર તહેવારો વખતે પણ જવાબદાર અધિકારીઓ કેમ બેદરકાર રહે છે.




